



મોરબીની સેવા સદન કચેરીમાં અધિકારીઓ અરજદારોને વહીવટી સોગંધનામ કરી આપતા ના હોય અને અધિકારીની સહીના વાંકે અટકતું કામ પૂર્ણ કરવા અરજદારો રૂપિયા ખર્ચવા મજબુર બને છે જેથી આ મામલે રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે અને જીગ્નેશભાઈ પંડ્યાએ રાજ્યના મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રેવન્યુ કચેરીમાં વહીવટી સોગંધનામામાં નાયબ મામલતદાર સહી કરી આપે છે જયારે મોરબી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સોગંધનામા કરી આપતા નથી અને નોટરી પાસે જાવ તેવો જવાબ આપે છે સરકારી એક્ટીવીટીમાં સોગંધનામા કરી આપવાનો સેતુમાં લોકોને મફતકામ કરી આપવાની જાહેરાત કરી છે
આવકનું સોગંધનામુ અને જાતિનો દાખલો તેમજ અન્ય પ્રકારના સોગંધનામ મામલતદાર કચેરીમાં વહીવટી બાબતે આપવાના હોય છે તે નાયબ મામલતદાર કરી આપે તેવી ન્યાયિક આદેશ આપવા અને અગાઉ ગૃહ ખાતાએ નાયબ મામલતદારને પાવર આપેલ છે જેથી સોગંધનામાં કરી આપવાનો પરિપત્ર બહાર પાડી અમલ થાય તેવા આદેશ કરવાની માંગ કરી છે



