



રાજકોટથી મોરબી તરફ આવતી ક્રુઝર ગાડીને અકસ્માત નડ્યો હતો જે અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોમાંથી આઠ લોકો મોરબી તાલુકાના રહેવાસી હોય જેને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાયની ર એકમ અન્વયે આજે ૧૨ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
મોરબી તાલુકાના ગામના રહેવાસી રાજકોટથીં મોરબી તરફ આવતા હતા ત્યારે અર્પિત કોલેજ નજીક ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા જેમાં આઠ મોરબી તાલુકાના રહેવાસી હોય, મૃત્યુ પામેલા વ્યક્તિના કાયદેસરના વારસદારોને ૪ લાખ મૃત્યુ સહાય ચૂકવી સકાય તેવા હેતુથી નિવાસી અધિક કલેકટર મોરબીના પત્ર દ્વારા ૩૨ લાખ નો ચેક આપતા મુખ્યમંત્રીના હુકમ ક્રમાંક દ્વારા નવ પૈકીના ક્રમ નં ૦૨ સુનીબેન દિનેશભાઈ દેવીપુજક તથા આનંદભાઈ દિનેશભાઈ દેવીપૂજક અને દિનેશભાઈ હમીરભાઈ દેવીપૂજક તા. પડધરી રાજકોટના વારસદાર હમીરભાઈ લક્ષ્મણભાઈ પરમાર રહે. પડધરી તા. રાજકોટ એ સહાયની રકમ મેળવવા માટે કચેરીએ આધારપુરાવા રજુ કરતા ચેક નંબર ૦૦૮૯૧૮ રૂપિયા ૧૨ લાખનો એકાઉન્ટ પે ચેક આપવામાં આવ્યો હતો.

