ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપતું બીલ લોકસભામાં પાસ, મોરબી જીલ્લા ભાજપે કરી ઉજવણી

ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપતું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતે ખરડાને ગૃહમાં મંજૂરી માટે રજૂ કર્યું હતું. રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવાની માંગણી સંસદમાં અને સંસદની બહાર સામાન્ય લોકો દ્વારા લાંબા સમયથી થઈ રહી હતી. બંધારણીય દરજ્જો ધરાવતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ પંચ જે રીતે પછાત વર્ગના પ્રશ્નોને ઉઠાવી શકે છે રીતે રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગ ઓબીસી જ્ઞાતિને લગતા પ્રશ્નો ઉઠાવી શકતું નથી.આ કારણોસર કેબિનેટે બંધારણીય દરજ્જો ધરાવતી નવી સંસ્થાની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. બંધારણીય ધરાવતા પંચની ભલામણો સામાન્યપણે પાલન કરવા માટે કેન્દ્ર સરકારને બાધ્ય હોય છે.

આ બિલ મોદી સરકારના મહત્વપૂર્ણ નિર્ણયોમાં થી એક છે ત્યારે આ બિલ પાસ કરાવવા માટે મોદી સરકારને ભારે ઝહેમત ઉઠાવી પડી હતી. કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષી દળો દ્વારા સને 1951 થીઆ બિલ પાસ થતા રોકવામાં આવી રહ્યા હતા કારણકે જો બિલ પાસ થાય તો ઓબીસી સમાજનો ભાજપને ટેકો વધી જાય માટે ભાજપને રાજકીય ફાયદો થતા અટકાવવા અને પોતાનું રાજકીય નુકશાન રોકવા માટે બિલ ને પાસ થવા દેવામાં આવતું ના હતું પરંતુ ભાજપ દ્વારા આ મુદ્દો બનાવતા કોંગ્રેસ ઘૂંટણિયે પડી હતી બિલ પાસ કરાવવા મદદ કરવી પડી હતી. આ તબક્કે ખુસીની લહેર સમગ્ર રાષ્ટ્રમાં વ્યાપ્ત હોય. ઉત્સવનો માહોલ સર્જાયો છે. ત્યારે મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ફટાકડા ફોડીને મીઠા મોઢા કરીને ઉત્સવ કરવામાં આવેલ.

આ પ્રસંગે બક્ષીપંચ સમાજને અભિનદન પાઠવતા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા તથા સમગ્ર જિલ્લા ભાજપ ટિમ. સૌ કોઈમાં આનંદની લાગણી પ્રસરી છે. બક્ષીપંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનેશભાઇ અનાવડીયા દ્વારા મળેલ સૂચના મુજબ મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા અધ્યક્ષ જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ  વિજયભાઇ લોખીલ, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી નિલેશભાઈ દેગામા, લાખાભાઇ જારીયા,  ચંદુભાઈ હુંબલ,  દેવાભાઇ અવાડિયા, શરદભાઈ ડાભી, બીપીનભાઈ પ્રજાપતિ,બીપીનભાઈ વ્યાસ, પ્રવીણભાઈ વ્યાસ,ખીમજીભાઈ કંજારિયા, કે.કે. પરમાર,  વિજયભાઇ પરમાર, પરબતભાઇ પરમાર,કિશોરભાઇ રાઠોડ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલ વિજયની યાદીમાં જણાવામાં આવે છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat