Billboard ad 1150*250

મોરબી વૂમન્સ કોલેજમાં પોષણ માસ અંગે વ્યાખ્યાન અને ગ્રુપ ડિસ્કશન કાર્યક્રમ

0 83
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જે એ પટેલ મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત રેવાબેન ઓધવજીભાઈ પટેલ વૂમન્સ કોલેજમાં પોષણ માસ નિમિતે પૌષ્ટિક આહાર, ખોરાકની અવ્યવસ્થા, સવારનો નાસ્તાનુ મહત્વ અને સમતોલ આહારનુ મહત્વ તેમજ પોષણને લગતા મુદાઓ જેવા કે લોહીની ઊણપ, અને “કુપોષણ” વગેરે અંગેનુ ખુબ સરળ ભાષામા હોમસાયન્સ ના પ્રા.મોનીકાબેન માલવણિયાએ વ્યાખ્યાન આપેલ ઉપરાંત ૮૦ જેટલી વિધાર્થીનીઓને જંકફુડ અને પોષ્ટિક આહાર વચ્ચેનો તફાવત સમજાવવા કલાસરૂમમા ગ્રુપ ડિસ્કશન કરીને તેના ફાયદા -ગેરફાયદા વિશે માગૅદશૅન આપ્યું હતું 

૮૦ વિધાર્થીનુ વજન કરી, તેની ઉચાઈ માપી તેનો B.M.I માપી તેની તંદુરસ્તી માટે તેના ખોરાકમા કરવાના ફેરફાર વિશે માહિતી આપી હતી તદુપરાંત ઓછા ખર્ચેમા વધુ પોષક તત્વ વાળો આહાર લેવા જેવા કે મોંઘીદાટ મળતી બદામના બદલે ફણગાવેલા મગ કે મગફળી ના દાણામાથી પણ એ જ પોષકતત્વો મેળવી શકાય તેમજ કોણે કેટલા આહારની જરુર છે ? તે પણ માહિતી પુરી પાડવામા આવી હતી આ કાયૅક્રમમા પ્રા.મનહરભાઈ પણ હાજર રહયા હતા NSS ની બહેનો દ્રારા ૮૦ જેટલા સ્ટુડન્ટનુ વજન કરી ઉચાઈ માપી B.M.I માપવામા મદદ કરી હતી આ સંપુણૅ કાયૅક્રમનુ સંચાલન પ્રા.વનિતાબેન કગથરાએ કર્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat