મોરબીની સિવિલ હોસ્પિટલમાં ન્યુટ્રીશયન કીટ વિતરણ કરાઈ

 

સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતા માટે ન્યૂટ્રેશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા બહેનોને અંદાજીત રૂપિયા ૧૫૦૦ ની કિમતની એક એવી ૪૦ કીટ આપવામાં આવી હતી

કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન ડી.ટી.ઓ., એન. એન.ઝાલા તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતું

જે કાર્યક્રમમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ હરેશભાઈ બોપલીયા, મુકેશભાઈ કુંડારિયા તેમજ સિવિલના આરએમઓ કાંતિલાલ સરડવા અને જીલ્લા ક્ષય કેન્દ્રના પીયુષભાઈ જોષી સહિતના અગ્રણીઓના હસ્તે ન્યુટ્રેશયન કીટ આપવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat