


ભારત સરકારની એન.યુ.એલ.એમ યોજનાના રાજ્ય સરકારના અમલીકરણને પગલે શહેરી ગરીબોને સ્વ રોજગારી હેતુ બેંક મારફત વ્યાજ સહાયના લાભ સાથે લોન આપવાની જોગવાઈ છે જે અંતર્ગત મોરબીમાં આઠ વ્યક્તિગત અને એક ગ્રુપ લોન મળીને નવ લોકોએ ૨૧ લાખની લોન માટે અરજી કરી છે
જે યોજનાના કામગીરી માટે ટાસ્ક ફોર્સની કમિટીની બેઠક ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વ્યક્તિગત ૮ અરજીઓ અંદાજીત ૧૪,૬૭,૯૩૭ ની રકમ સાથે અને એક ગ્રુપ લોન અરજી ૦૭,૦૮,૦૦૦ રકમ સહિતની અરજીઓ બેંકમાં મોકલવા ભલામણ અર્થે મંજુર કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે જે તે બેંક આ અરજીઓનો હકારાત્મક નિકાલ ક્યારે અને કેટલા સમયમાં કરે છે
થોડા દિવસ પૂર્વે જીલ્લા કક્ષાની બેન્કર્સ ડી. એલ.આર.સી મીટીંગ મળી હતી જેમાં જીલ્લા કલેકટરે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અપાતી બેંક લોનમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટે તાકીદ સાથે સમીક્ષા કરી હતી અને પિંક ઓટો પ્રોજેક્ટ હેઠળ મહિલા લાભાર્થીઓને સમુહમાં રોજગારી તકો ઉપલબ્ધ કરાવવા માટે ભાર મુકવામાં આવ્યો હતો જેના અનુસંધાને બેંકો તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો જેથી જે મહિલાઓ આ પ્રોજેક્ટમાં જોડાવવા ઈચ્છતી હોય તેને અન.યુ.એમ.એલ.એમ. યોજનાનો લાભ અપાવવા ચીફ ઓફિસર દ્વારા ખાતરી સાથે અનુરોધ કરવામાં આવ્યો છે