હવે મોરબીમાં પાણીપુરીના ધંધાર્થીઓના ચેકિંગ, પાલિકાની ટીમને ચેકિંગમાં શું મળ્યું ?

રાજ્યમાં વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો હવે મોરબી નગરપાલિકાએ પણ પાણીપુરીના ધંધાર્થીઓ પર ઘોસ બોલાવી છે આજે પાલિકાની ટીમે સ્થળ ચેકિંગ કરતા ભયંકર ગંદકી જોવા મળી હતી

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાની સુચના અનુસાર આજે મોરબી નગરપાલિકા ટીમના નરેન્દ્રસિંહ સૂરમાં, રમેશભાઈ રબારી, મહેશભાઈ રબારી, શક્તિભાઈ રાઠોડ, શક્તિભાઈ મકવાણા, અને હમીરભાઈ ગોગરા સહિતની ટીમે વિસીપરા વિસ્તારમાં પાણીપુરી બનાવતા ધંધાર્થીઓના સ્થળ પર ચેકિંગ કર્યું હતું

પાલિકાની ટીમે પાણીપુરી બનાવતા ધંધાર્થીઓના આ સ્થળ પર બેફામ ગંદકી જોવા મળી હતી જેથી પાલિકાની ટીમે સૂચનાઓ આપી છે તો એક સ્થળે તેલના ડબ્બામાં મરેલો ઉંદર પણ જોવા મળતા કડક સુચના અપાઈ છે અને પાલિકાએ હાજર થવા ધંધાર્થીને તાકીદ કરવામાં આવી છે પાલિકાની ટીમે ૩૦ થી વધુ સ્થળોના ચેકિંગ કર્યા હતા અને સફાઈ રાખવા તેમજ પાણીપૂરી બનાવતી અને વેચાણ વેળાએ હાથના મોજા તેમજ કેપ્રન પહેરવા તાકીદ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat