


મોરબીના જી.આઈ.ડી.સીમાં આવેલ સંસ્કારધામ બ્લડ બેંક ખાતે તા. ૧૭ ને રવિવારના રોજ શ્રી પ્રમુખ વરણી શુભ દિન નિમિતે નેચરોપથી અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે
મારૂ મોરબી સ્વસ્થ મોરબી અંતર્ગત આરોગ્ય શિબિર ૪ યોજાશે જેમાં વક્તા તરીકે ડો. રેવીન પટેલ જુનાગઢ અને ડો. જગદીશભાઈ મોરબી માર્ગદર્શન આપશે ડો. રેવીનભાઈ પટેલ રસપ્રદ શૈલીમાં પ્રાકૃતિક ચિકિત્સા અને આરોગ્યના સોનેરી સુત્રોની માહિતી આપશે હમેશા તંદુરસ્ત રહેવા માટેના યોગનું પ્રેક્ટીકલ માર્ગદર્શન યોગ શિક્ષક નરશીભાઈ અંદરપા દ્વારા આપવામાં આવશે જે શિબિરમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવ્યું છે.

