

મોરબી શહેરમાં નવા બની રહેલા રોડના કામોમાં લોટ પાણી અને લાકડા જેવો ઘાટ જોવા મળતો હોય, નવા બનેલા રોડ વરસાદમાં તૂટી જતા આ મામલે પાલિકાએ આકરું વલણ અપનાવ્યું છે. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા બે એજન્સીને નોટીસ ફટકારી કોન્ટ્રાકટર પાસે રોડ રીપેરીંગ કરાવી લેવાની તાકીદ કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના કન્સલ્ટન્ટ મનીષભાઈ રૂપારેલ અને સસ્ટેનેબલ કન્સલ્ટીન્ગ ચૈતન્ય પંડ્યાને રોડના કામોનું સુપરવિઝન કરવા માટે નિયુક્ત કરેલ હોય જોકે નવા રસ્તાના કામોમાં ક્ષતિઓ રહી જવા પામી છે અને એક માસ પહેલા બનાવેલ રોડ તૂટી ગયા છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે બંનેને નોટીસ ફટકારી છે જેમાં જણાવ્યું છે કે આવા કામોનું સુપરવિઝન કરીને કામ ટેન્ડર સ્પેસીફીકેશન મુજબ થાય તે જોવાનું રહે છે પરંતુ તમારા તરફથી કોઈ પ્રકારનું સુપરવિઝન કરવામાં આવ્યું નથી અને બીલ વેરીફાઈ કરી બરોબાર મોકલાવી દીધાનું જણાય છે જેથી કચેરી દ્વારા નોટીસ મારફત જણાવવાનું કે નબળા કામોનું લીસ્ટ મેળવી જેટલા કામો નબળા થયા છે અને રોડ રસ્તા તૂટી ગયા છે તે તાત્કાલિક જે તે કોન્ટ્રાકટર પાસે રીપેરીનીગ કરાવી લેવા અને કચેરીને ખાતરી કરાવવી ત્યાં સુધી તમારા કોઈપણ બીલ ચુકવવામાં નહીઆવે જેન નોંધ લેવી તે ઉપરાંત આ કાર્યવાહી નહિ કરો અથવા તો વિલંભ થશે તો તમારી એજન્સીને બ્લેક લીસ્ટમાં મુકવાની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા પણ જણાવવામાં આવ્યું છે.