Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના મણીમંદિર નજીક મંજુરી વિના ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણ હટાવવા નોટીસ

હિંદુ સંગઠનોએ આવેદન પાઠવ્યા બાદ આખરે પાલિકા તંત્ર જાગ્યું ગેરકાયદે દબાણ દુર કરવા પાલિકાએ આખરી નોટીસ ફટકારી

 

મોરબીમાં આવેલ રાજાશાહી વખતના એતિહાસિક મણી મંદિરને અડીને જ ગેરકાયદેસર દબાણો ખડકી દેવામા આવ્યા હોય જે દબાણો દુર કરવા હિંદુ સંગઠનોએ કરેલ રજૂઆત બાદ પાલિકા તંત્ર જાગ્યું છે અને દબાણો દુર કરવા આખરી નોટીસ ફટકારવામાં આવી છે

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે મણી મંદિર બાજુમાં આવેલ મોટા પીરની દરગાહ, ફકીર હાસમશા ઝાફ્તશાને આખરી નોટીસ ફટકારી છે જેમાં જણાવ્યું હ્ચે કે મોરબી નગરપાલિકા વિસ્તારમાં મણી મંદિર બાજુમાં તાલુકા પંચાયત કચેરી નજીક નગરપાલિકાની પૂર્વ મંજુરી વગર બિનઅધિકૃત બાંધકામ અને અનઅધિકૃત/ગેરકાયદેસર દબાણ સરકારની નીતિ ધોરણ વિરુદ્ધ કરેલ હોય જેથી આખરી નોટીસ મળ્યેથી તાકીદની અસરથી બાંધકામ પ્રવૃત્તિ અને ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દુર કરવા જણાવ્યું છે અને ૦૩ દિવસમાં જાણ કરવાનું કહેવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારનું બાંધકામ કે તેને લગતી કોઈપણ પ્રવૃત્તિ ચાલુ ના રાખવા તાકીદ કરવામાં આવી છે

તેમજ ગેરકાયદેસર દબાણ દુર કરવું અન્યથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ અન્વયે કાયવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે

 

Comments
Loading...
WhatsApp chat