


વાંકાનેરમાં વરસાદી વાતાવરણની સંભાવનાને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને પોતાની જણસીને ઢાંકીને લાવવા માટેની સૂચના આપવામાં આવી હતી.
આ અંગેની વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદીમાં જણાવ્યા અનુસાર તા.૧૬/૦૯/૨૦૨૩ને શનીવાર થી વરસાદની શકયતા હોવાને પગલે જે વેપારીભાઈઓનો માલ ખુલ્લી જગ્યામાં હોય તેને પોતાના ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવી. અને ખેડુતભાઈઓએ પોતાનો માલ વાહનમાં તાલપત્રી/કાગળ ઢાંકીને લાવવો. શેડમાં જગ્યા હશે ત્યાં સુધી માલ ઉતારવા દેવામાં આવશે. જગ્યા નહી હોય તો વાહન ઉભું રાખવું પડશે. સુચનાનો અમલ વરસાદી વાતાવરણ રહે ત્યાં સુધી કરવાનો રહેશે તેમ યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યું છે