


વાંકાનેરના જાંબુડિયા ગામના યુવાનને ખેતરમાં કરેલી મજુરી અંગેના પૈસા માંગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરના તાલુકાના જાંબુડિયા ગામના રહેવાસી મહેશભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.વ.૨૪) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવાને ખેતર ખેડેલ જેના પૈસા માંગતા નહિ આપીને એક વર્ષ થઇ ગયું હોય છતાં આરોપીએ પૈસા ના આપ્યા હોય જેથી ફરિયાદી યુવાને આરોપી છેલાભાઈ નાનજીભાઈ કોળી રહે. વીડી જાંબુડિયા વાળાએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે