હળવદમાં લંચ બ્રેંક બાદ ઈ-સ્ટેમ્પ કામગીરી કરનાર કોઈ ડોકાયું જ નહિ !

દસ્તાવેજી કામગીરી અટકી પડતા વકીલોમાં રોષ

        હળવદમાં ઈ સ્ટેમ્પ કામગીરીમાં કેવી લોલમલોલ ચાલે છે તેનો પુરાવો આજે જોવા મળ્યો હતો અને બપોરે લંચ બ્રેંક બાદ છેક સાંજે ૪ વાગ્યા સુધી જવાબદાર અધિકારીઓ કે કર્મચારી કચેરીમાં જોવા મળ્યા ના હતા અને ઈ સ્ટેમ્પ કામગીરી કરાવવા માટે વકીલો આંટા મારતા રહ્યા હતા

        હળવદમાં ઈ સ્ટેમ્પ કામગીરીમાં કાયમી વકીલોની ફરિયાદો જોવા મળતી હોય છે સમયસર કામગીરી થતી ના હોય જેથી ભારોભાર નારાજગી જોવા મળતી હોય છે જોકે આજે તો ઈ સ્ટેમ્પ કચેરીના કર્મચારીઓએ હદ કરી નાખી હતી કારણકે લંચ બ્રેંક પૂર્ણ થયા બાદ પણ એકાદ કલાકથી વધુ સમય વીત્યા છતાં કચેરી ખાલીખમ જોવા મળી હતી અને કચેરીનો સ્ટાફ બહાર આંટા મારતો હોય કે પછી ઘેર હાજર હોય કચેરી રેઢી પડ જોવા મળી હતી જેથી ઈ સ્ટેમ્પ કામગીરી માટે આવેલા વકીલો નારાજ જોવા મળ્યા હતા અને તેમની દસ્તાવેજ સંબંધી કામગીરી અટકી પડી હતી જેથી વકીલો દ્વારા ઈ સ્ટેમ્પ કામગીરી નિયમિત અને સમયસર કરવા અંગે યોગ્ય પગલા ભરવાની માંગ કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat