નીતિનભાઈ પટેલને સીએમ ના બનાવાતા દુ:ખી છે : અર્જુનભાઈનો કટાક્ષ

ભાજપના ૧૭ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો

ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર જાહેરસભા યોજીને જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ૧૩૦ સ્થળોએ જાહેરસભાને સંબોધન કરવામાં આવ્યું હોવાનું પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ મોરબી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તે ઉપરાંત અર્જુનભાઈ મોઢવાડિયાએ જાહેર સભાને સંબોધન કર્યું હતું જેમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સુપરમાર્કેટ ખાતે કાર્યકરો સાથેના સ્નેહમિલન અને જાહેરસભામાં અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે મોરબી જીલ્લાની જનતાએ યુ ટર્ન લીધો છે. સરકારે યુવાનો પર રાજદ્રોહના કેસો કર્યા છે તો મોરબીના સિરામિક ઉદ્યોગની કમર સરકારની નીતિઓથી ભાંગી છે. પહેલા નોટબંધી ને બાદમાં જીએસટીથી સિરામિક ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. હજારો લોકોની રોજગારી છીનવાઈ છે. ભાજપના ગેરવહીવટથી ખેડૂતો અને નાના વેપારીઓ સહિતના સૌ કોઈ મુશ્કેલીમાં છે. વર્તમાન શાસક પક્ષથી ખેડૂતો-પાટીદાર સમાજ, નાના વેપારીઓ સહિતના સૌ કોઈ નારાજ છે. બીજેપીએ જે ત્રાસ ગુજાર્યો છે તેનાથી જનતાએ હવે ભાજપને હરાવવાનું મન માનવી લીધું છે. મોરબી જીલ્લામાં ૧૦૦ ટકા પરિણામ સાથે ત્રણેય સીટો કોંગ્રેસ જીતશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. પાસના આગેવાનોની ટીકીટ અંગે જણાવ્યું હતું કે પાસના આગેવાનોએ કોઈ ટીકીટ માંગી નથી. રાજ્યમાં બળવા જેવી સ્થિતિ છે અને બીજેપી જાય છે અને કોંગ્રેસ આવે છે તેમ જણાવ્યું હતુ. ભાજપ હતપ્રત બની ગઈ છે. રાજ્યસભા ચુંટણીમાં જે હવાતિયા માર્યા તે નિરાશા દર્શાવે છે તેમ પણ જણાવ્યું હતું. તે ઉપરાંત જાહેરસભાને સ્થાનિક નેતાઓએ પણ સંબોધી હતી. સભામાં મોટી ભીડ ઉમટી પડી હતી.

રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હાફીસ સઈદ અંગેના નિવેદન અંગે પ્રહારો કરતા જણાવ્યું હતું કે નીતિનભાઈ પટેલને સીએમ નહિ બનાવતા તે દુખી છે અને ભાજપને નુકશાન થાય તેવા કાર્યો કરી રહ્યા છે. હાફીસ સઈદ સાથે વૈદ પ્રકાશની મુલાકાત અંગે નરેન્દ્ર મોદી જવાબ આપે તેવી માંગ કરી હતી. તેમજ મોદીને પૂછીને તે આતંકી હુમલા કરે છે કે શું તેનો ખુલાસો પણ માંગ્યો હતો. આજે કોંગ્રેસની જાહેરસભામાં યુવા ભાજપના ૧૭ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો. આજે ૧૭ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા તો સભામાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજાએ પણ મોરબીમાંથી ભલે બ્રિજેશ મેરજાનું બલિદાન લેવાય પરંતુ કોંગ્રેસ જ આવશે તેવું નિવેદન કરતા અનેક તર્કવિતર્કો વહેતા થયા છે કારણકે મોરબી-માળિયા બેઠક પરથી બ્રિજેશભાઈ મેરજા પ્રબળ દાવેદાર હોવાનું જાણકારો માની રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat