Billboard ad 1150*250 Billboard ad 1150*250

નિશાંત જાની ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ પ્લેયર લતિકાકુમારીના પર્સનલ કોચ અને મેન્ટર બન્યા

લતિકા કુમારી ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમના પ્લેયર છે જેના પર્સનલ કોચ અને મેન્ટોર મોરબીની એક્સેલ ક્રિકેટ એકેડેમીના કોચ નિશાંત જાની બન્યા છે ઇન્ટરનેશનલ ક્રિકેટ સર્ટીફાઇડ લેવલ 2 હાઈ પરફોર્મન્સ કોચ નેપાળ દ્વારા નિશાંત જાનીને ચાલુ વર્ષે મહિલા ક્રિકેટર લતિકાકુમારીના પર્સનલ કોચ અને મેન્ટોર બનાવવામાં આવ્યા છે

લતિકા મૂળ દિલ્હીના વતની છે અને એક વર્ષથી નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ હતા અને નિશાંત જાનીને આ વર્ષે પર્સનલ કોચ બનાવ્યા છે જે લતિકા કુમારીની બેટિંગ માટે માર્ગદર્શન પૂરું પાડશે હાલ અમદાવાદની એક્સેલ ક્રિકેટ એકેડેમીમાં લતિકા કુમારી પાંચ દિવસ માટે એમના કોચ નિશાંત જાની પાસે આવ્યા છે

કોચ નિશાંત જાનીના જણાવ્યા અનુસાર લતિકા ખુબજ ટેલેન્ટેડ છે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં હતા ત્યારે પોન્ડિચેરી એસોસીએશને પ્રોફેશનલ પ્લેયર તરીકે બોલાવ્યા છે અને તેમના પરફોર્મન્સ માટે નિશાંત જાનીને એમના પર્સનલ કોચ બનાવ્યા છે ક્રિકેટ પ્લેયર લતિકા કોચ વિષે જણાવે છે કે તેના કોચ નિશાંત જાની પાસે એક અલગ ટેક્નિક છે કોઈપણ બેટ્સમેન કે ક્રિકેટ પ્લેયર્સને કોઈપણ પ્રોબ્લેમ ટેક્નિક કે સ્કિલમાં થતો હોઈ એમાં નેચરલી કોઈ ફેરફાર નથી કરતા પ્લેયરના નેચરલ ટેક્નિક પર જ કામ કરીને એની સ્કિલમાં સુધારો કરવાના પ્રયાસો કોચ કરે છે તો કોચ નિશાંત જાનીના મેન્ટોર ઉમેશ પટવાલ છે જે હાલ અફઘાનિસ્તાન ટીમના બેટિંગ કોચ છે અને ithinksportz ના તેઓ ડિરેક્ટર છે

Comments
Loading...
WhatsApp chat