જાંબુડીયા ગામે એકલી રહેતી વૃદ્ધાનું ગળું દબાવી નિર્મમ હત્યા

પુત્રે અજાણ્યા ઇસમ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મોરબીના જાંબુડિયા ગામે બે દિવસ પૂર્વે વૃધ્ધાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ ખસેડ્યો હતો તો હત્યા કરવામાં આવી હોય તેવી પુત્રની ફરિયાદ નોંધી પોલીસે વધુ તાપસ ચલાવી છે

મોરબીના નવા જાંબુડિયા ગામે રહેતા બેબીબેન ઉર્ફે કાળી પરષોત્તમભાઈ સારલા (ઉ.વ.50) ની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા તેના પુત્ર કાનજીભાઈ સારલાએ તાલુકા પોલીસને જાણ કરી હતી હાલ માટેલ રોડ નજીકના વોલેક્ષ સીરામીકમાં રહીને મજૂરી કરતા પુત્ર કાનજી સારલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે કારખાનામાં રહીને મજૂરી કરતો હોય અને તેની વૃદ્ધ માતા એકલી રહેતી હોય જેની અજાણયા ઇસ્મે ગળું દબાવીને હત્યા નિપજાવી છે તાલુકા પોલીસે પુત્રની ફરિયાદને આધારે અજાણયા ઈસમ સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વધુ તપાસ તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલ ચલાવી રહ્યાં છે

Comments
Loading...
WhatsApp chat