સૌરાષ્ટ્ર-કચ્છ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ગવર્નર તરીકે ચંદ્રકાંતભાઈ દફતરીની બિનહરીફ વરણી



સેવા, સમર્પણ, અને સદભાવના જેવા ગુણો ધરાવતા ચંદ્રકાંતભાઈ દફતરી અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા હોય તાજેતરમાં સૌરાષ્ટ્ર-કચ્છ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ગવર્નર તરીકે ચંદ્રકાંતભાઈ દફતરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
એક માણસ હોવાની પ્રથમ ઓળખ લાયકાત કે ધર્મ એ છે કે તે અન્ય માણસને કામ આઅવે. સમાજને સમર્પિત થવાની નિસ્વાર્થ ભાવના સાથે અન્યોના દુઃખમાં સહભાગી બની લોકઉપયોગી કાર્યો કરી રાષ્ટ્ર નિર્માણમાં એક ઉદાહરણરૂપ કાર્ય તેઓ કરી રહ્યા છે. સેવાભાવી ચંદ્રકાંતભાઈ દફતરીના જીવનમાં આગમ દિવાકર પૂજ્ય જનકમુની મહારાજની ઊંડી છાપ પડેલી છે.
તેઓએ સામાન્ય જનતાને ઉપયોગમાં આવે તેવી સાર્વજનિક હોસ્પિટલ વિસાવદરમાં સ્થાપી છે તથા રાજકોટ ખાતે જૈન કન્યા સુસંસ્કાર તીર્થની સ્થાપના કરી છે. જનકમુની દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ અને કપડા, અભ્યાસની ફી, ચોપડા અને દવાઓ માટે હમેશા તૈયાર રહેતા તે પ્રણાલિકા મુજબ દફતરીનો સેવાયજ્ઞ આજે પણ ચાલુ છે. ચંદ્રકાન્તભાઈ દ્વારા મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિની રચના કરી છેલ્લા ૮ વર્ષથી ૧૧૦૦ થી વધુ વિધવા બહેનોને દર મહિના અનાજ, કપડા, મીઠાઈ અને સાડી આપી રહ્યા છે.
કીડની ડાયાલીસીસ દર્દીઓનું પ્રમાણ વધારે હોવાથી મોરબીમાં સ્વામીનારાયણ મંદિર શનાળા રોડ ખાતે ડાયાલીસીસ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે ચંદ્રકાંતભાઈ દફતરીએ અથાગ પ્રયત્નો કરી મોરબીને ૧૨ વર્ષ પહેલા ઇલેક્ટ્રિક અને ગેસ સ્મશાનગૃહ લીલાપર રોડ પર સ્થાપના કરી છે જેમાં ૩૫ લાખનું અનુદાન મેળવી ૧ કરોડના ખર્ચે અધ્યતન સ્મશાનનું નિર્માણ કરેલ છે. ચંદ્રકાંત દફતરી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે છેલ્લા ૩૦ વર્ષથી જોડયેલા છે અને આ વર્ષોમાં અનેક ઉપયોગી કાર્યો કર્યા છે. ગુજરાતમાં જન્મથી ૦૬ વર્ષ સુધીના બહેરા-મૂંગા બાળકોને સાંભળતા બોલતા કરવાના પ્રોજેક્ટમાં તેઓ તન મન અને ધનથી કાર્ય કરી રહ્યા છે ૧૦-૧૨ લાખમાં એક ઓપરેશન થાય તેવા ૪૦૦ થી વધુ ઓપરેશનો કારી અંદાજે ૪૦ કરોડનો ખર્ચ બચાવી લેવાનું ઉમદા કાર્ય પૂરું પાડેલ છે
ચંદ્રકાંત દફતરી દ્વારા ૧ જુલાઈથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૦ હજારથી વધુ વિધવા બહેનોને દર માસે અનાજ આપવામાં આવે છે અને ૧૦૦૦ થી વધુ કાણી આંખોવાળી વ્યક્તિઓને આર્ટીફીશીયલ આઈ ઇમ્પ્લાનટ કરી આપવામાં આવશે તેમજ ૫૦,૦૦૦ થી વધુ લોકોના આંખની તપાસ કરી અને ૫૦૦૦ થી વધુ મોતિયાના ઓપરેશન કરાવી આપવામાં આવશે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાથી રાજકોટ ખાતે મળેલ સૌરાષ્ટ્ર અને કચ્છ અધિવેશનમાં ચંદ્રકાંતભાઈ દફતરીએ કેબીનેટમાં ૩૦૦ થી વધુ ચેરમેનોની નિયુક્તિ કરી અને માનવ તથા પ્રાણી સેવાના તમામ કાર્યોને આવરી લીધા છે તો લાયન્સ પરિવારમાં પણ તેમની નિયુક્તિથી ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

