


આજ રોજ મોરબી જિલ્લાના મોરબી તાલુકાની નારણકા પ્રા.શાળાના આચાર્ય પૈજા પ્રવિણચંદ્ર બાબુલાલ વયનિવૃત થતા તેમનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ મણિલાલ સરડવા , મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા, તા.શા.આચાર્ય મહેન્દ્રભાઈ વાઘડિયા ,ખાખરાળા સી.આર.સી.કો. રમેશભાઈ કાલરીયા , મોરબી તા.ગ્રા.શિ.શ.સ. મંડળી ના મંત્રી નરેશભાઈ ફુલતરિયા, તેમજ પેટા શાળા ના તમામ શિક્ષકો તેમજ ગામના સરપંચ તેમજ એસ.એમ.સી.અધ્યક્ષ તથા ગામના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને દિપાવ્યો હતો.
આ પ્રસંગે તમામ મહાનુભાવો તથા શાળાના બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં નિવૃત થનારા પ્રવિણ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન ખેવારીયા પ્રા.શાળાના આચાર્ય શ્રી પ્રવિણભાઇ કે.પૈજા એ કરેલ તમામ મહેમાનોનું શાળા ના આચાર્ય શ્રી પૈજા પ્રાણજીવનભાઈ એ શાબ્દિક સ્વાગત અને આભારવિધિ કરેલ અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. કાર્યક્રમને અંતે તમામ મહેમાનો,ગ્રામજનો,અને શાળાના બાળકોએ સાથે ભોજન નો આનંદ માણ્યો.

