મોરબી ડીડીઓના સરપ્રાઈઝ ચેકિંગમાં નવ ગુટલીબાજ તલાટી ઝપટે ચડ્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તલાટીઓનો એક દિવસનો પગાર કપાશે

        મોરબી જીલ્લાના ગામડાઓમાં તલાટી મંત્રી યોગ્ય રીતે કામગીરી કરે છે કે નહિ તેની ચકાસણી કરવા માટે જીલ્લા વિકાસ અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેને પગલે નવ તલાટી મંત્રી ગુટલી મારતા હોવાનું ધ્યાને આવતા નવ તલાટીઓને કારણ દર્શક નોટીસ ફટકારી છે

        ગ્રામ્ય પંથકમાં તલાટીઓની અનિયમિતા અથવા ગેરહાજરીથી વિકાસકાર્યો તેમજ અરજદારોના કાર્યો અટકતા હોય છે જેથી મોરબી જીલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા દ્વારા તાજેતરમાં ગામડાઓની ઓચિંતી મુલાકાત લઈને સરપ્રાઈઝ ચેકિંગ કરવાનું શરુ કર્યું હતું જેને પગલે મોરબી જીલ્લાના વિવિધ ગામોમાં ચેકિંગ કર્યું હતું જેમાં લખધીરનગર, જોધપર-ભડિયાદ, ખારચિયા, લૂંટાવદર-જેપુર, લજાઈ, હડમતીયા, અને વીરપર ગામમાં તલાટી પોતાની કચેરીએ હાજર ના હતા અને નવ ગુટલીબાજ તલાટીઓ ડીડીઓના ચેકિંગમાં ઝપટે ચડ્યા હતા જેથી તલાટીઓનો એક દિવસનો પગાર કાપી લેવા આદેશ આપ્યો છે તેમજ ગેરહાજર રહેવા અંગે કારણદર્શક નોટીસ ફટકારી ખુલાસો પૂછવામાં આવ્યો છે 

Comments
Loading...
WhatsApp chat