ટંકારાના નસીતપર ગામે જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી જીલ્લામાં જુગારના દુષણને ડામવા પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં ટંકારા પોલીસે નસીતપર ગામેથી નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા પીએસઆઈ એમ.ડી. ચૌધરી, પ્રફુલભાઈ જેઠાભાઈ, વિક્રમભાઈ લાભુભાઈ, વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ, ચકુભાઈ દેવશીભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નસીતપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી

જે બાતમીને આધારે ટંકારા પોલીસની ટીમે નસીતપર ગામે દરોડો કરતા જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ફરીદ આદમ ચૌહાણ, જેન્તી મોહન ગઢાણીયા, કમલેશ કેશુભાઈ ચાવડા, જેન્તી લક્ષ્મણ ચૌહાણ, અમીન આદમભાઈ ચૌહાણ, ઈબ્રાહીમ રહીમ સોઢા, સલીમ આમદ સોઢા, જેન્તી જેઠાભાઈ ચાવડા અને રમેશ નથુભાઈ ડાભી રહે. નસીતપર વાળાને ઝડપી લઈને રોકડ રકમ ૧૦,૮૭૫ તથા સાત મોબાઈલ કીમત ૮૦૦૦ મળીને કુલ ૧૮,૮૭૫ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat