



મોરબી પંથકમાં ગત રાત્રીના બે સ્થળે અકસ્માતમાં આઠને ઈજા થઇ હતી જયારે એક મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત સહિતના નવને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
મોરબીના નીચી માંડલ નજીક રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષાની ઠોકરે સીમાબેન જીતેન્દ્રભાઈ પારેખ, વંદનાબેન ગણેશભાઈ, ગણેશભાઈ મદન દુબે, રોનક મનુભાઈ અને જીતેન્દ્ર શંકરભાઈ એમ પાંચને ઈજા થઇ હતી જયારે મોરબીના સરદાર રોડ પર રીક્ષાએ હડફેટે લેતા ફિરોઝભાઈ હુશેનભાઈ મીર, અનીષાબેન ફિરોજભાઈ મીર અને સાન્યાબેન ફિરોઝભાઈ એ ત્રણને ઈજા પહોંચી છે જયારે જાંબુડીયા ગામે રહેતા ખોડાભાઈ મનજીભાઈ ગોહેલને મારામારીના બનાવમાં ઈજા પહોંચી છે જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે



