


મોરબીના મોડપર ગામે છેલ્લા દોઢેક માસથી રોગચાળાને પગલે આરોગ્ય અને પ્રદુષણ નિયંત્રણની બોર્ડ દોડધામ કરી રહી છે અને રવિવારે રાજકોટ મેડીકલ કોલેજની ટીમ પણ મુલાકાત લેવા આવી પહોંચી હતી અને હજુ પણ ગામમાં ચીકનગુનિયાના નવ પોઝીટીવ સહીત કુલ ૧૧ દર્દીઓ હોવાથી આરોગ્યની કામગીરી ચાલુ જ છે.
મોડપર ગામે શંકાસ્પદ રોગચાળાને પગલે આરોગ્યની ટીમ સતત દોડધામ કરી રહી છે જોકે કયો રોગ ફેલાયો છે તેની જાણકારી નહિ મળવા છતાં પણ તંત્ર દ્વારા સર્વે, ફોગીંગ અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી એટલું જ નહિ પરંતુ રવિવારના રોજ રાજકોટ મેડીકલ કોલેજની ટીમ પણ મોડપર ગામે આવી પહોંચી હતી જે ટીમને પણ ગામમાં મચ્છરોના ઉદભવસ્થાન કે ઉપદ્રવની કોઈ માહિતી મળી ના હતી તે ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેના રીપોર્ટ પણ આવી ગયા છે જેમાં કોઈ રોગચાળાના લક્ષણો જણાયા નથી તો રવિવારે ગામની મુલાકાત દરમિયાન ચીકનગુનિયાના નવ પોઝીટીવ કેસો સહિતના કુલ ૧૧ દર્દીઓની માહિતી આરોગ્યની ટીમને મળી હતી. જેથી હાલ આરોગ્ય તંત્રની ટીમ પણ ચીકનગુનિયાનો રોગ ગામમાં ફેલાયેલો હોવાના તારણ સાથે કામગીરી કરી રહી છે અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તેમજ હાલ સ્થિતિ કાબુમાં હોવાની માહિતી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા પાસેથી પ્રાપ્ત થઈ છે.