Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં રાત્રી કર્ફ્યું, માસ્ક ના પહેરનાર સહિતના નાગરિકો સામે પોલીસની કાર્યવાહી

0 280

મોરબી જીલ્લામાં કોરોના મહામારીને પગલે રાત્રી કર્ફ્યું અમલી હોય ત્યારે પોલીસની ટીમો દ્વારા રાત્રી કર્ફ્યું ભંગ, માસ્ક ના પહેરનાર, વધુ મુસાફરો બેસાડનાર અને મોડે સુધી દુકાનો ખુલ્લી રાખનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી

મોરબી જીલ્લામાં મોરબી સીટી એ ડીવીઝન, બી ડીવીઝન, તાલુકા પોલીસ ઉપરાંત હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયા પોલીસની ટીમો રાત્રી કર્ફ્યું, માસ્કના નિયમોનો કડક અમલ કરાવવા સતત કાર્યરત જોવા મળે છે અને જીલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રી કર્ફ્યું ભંગ કરી મોડે સુધી દુકાન ખુલ્લી રાખનાર, માસ્ક ના પહેરનાર, વધુ મુસાફરો બેસાડી સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરનાર તેમજ રાત્રી કર્ફ્યુંમાં લટાર મારવા નીકળેલા ૫૦ થી વધુ લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી તેમજ પોલીસ દ્વારા નાગરિકોને રાત્રી કર્ફ્યુંમાં ઘરે જ રહેવા ઉપરાંત માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા સતત અપીલ કરવામાં આવી રહી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat