મોરબી અને વાંકાનેર શહેરમાં શનિવારથી નાઈટ કર્ફ્યું, પ્રતિબંધો અંગે જાહેરનામું પ્રસિદ્ધ

 

રાજ્યમાં વધતા કોરોના કેસોને પગલે મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં પણ રાત્રી કર્ફ્યુંનો સરકારે નિર્ણય લીધો છે જેમાં મોરબી અને વાંકાનેર શહેરમાં પણ રાત્રી કર્ફ્યું શનિવારે રાત્રીથી અમલી બન્યું હોય જે નાઈટ કર્ફ્યું ઉપરાંત અન્ય પ્રતિબંધો અંગે જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે

મોરબી જીલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ જાહેરનામાં મુજબ મોરબી જીલ્લાના મોરબી શહેર અને વાંકાનેર શહેરમાં તા ૨૨ થી રાત્રી કર્ફ્યું રહેશે દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ કલાક સુધી બંને શહેરોમાં રાત્રી કર્ફ્યું રહેશે જેથી દુકાનો અને વ્યાપર ધંધા રાત્રીના ૧૦ સુધી જ ચાલુ રાખી શકાશે તો હોટેલ અને રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતાના ૭૫ ટકા સાથે રાત્રીના ૧૦ સુધી ચાલુ રહેશે તો હોટેલ-રેસ્ટોરન્ટમાંથી હોમ ડીલીવરી સેવાઓ ૨૪ X ૭ ચાલુ રાખી શકાશે તે ઉપરાંત તમામ કાર્યક્રમોમાં ૧૫૦ વ્યક્તિની મર્યાદા અને લગ્ન પ્રસંગમાં ૧૫૦ વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે તો અંતિમ ક્રિયા માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિની મંજુરી આપવામાં આવી છે

સિનેમા હોલ, જીમ અને વોટર પાર્ક તેમજ વાંચનાલય ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે જાહેર બાગ બગીચાઓ રાત્રીના ૧૦ સુધી ચાલુ રહેશે ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધી કોચિંગ સેન્ટર અને ટ્યુશન કલાસીસ ક્ષમતાના ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રહેશે તો શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડેલ સૂચનાઓને આધીન ચાલુ રાખી શકાશે જે જાહેરનામાંની અમલવારી તા. ૨૨ જાન્યુઆરીથી તા. ૨૯ જાન્યુઆરી સવારે ૬ કલાક સુધી કરવાની રહેશે

 

 

Comments
Loading...
WhatsApp chat