

માતા મણીબેન વનેચંદ દોશી તથા માતા શારદાબેન નવીનચંદ્ર દોશીની પુણ્ય સ્મૃતિમાં ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા આજે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સવારે ૯ થી સાંજે ૪ કલાક સુધી વિનામૂલ્યે હાડકા, સાંધાના રોગોનો ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગરના સુપર સ્પેશ્યાલીસ્ટ ઓર્થોપેડીક સર્જન ડો. હેમલભાઈ પટેલે સેવાઓ આપી હતી કેમ્પમાં સારવાર તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી.