Billboard ad 1150*250

અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે મોરબીમાં વાજતે ગાજતે ગણેશ વિસર્જન, Video

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ આજે અંતિમ દિવસે વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આરટીઓ કચેરી નજીક, દરબારગઢ મચ્છુ નદી અને ડેમ સાઈટ સહીતના સ્થળે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી તે ઉપરાંત ચાર સ્થળેથી મૂર્તિ કલેક્શન કરીને મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા રાખવામાં આવી હતી છતાં શ્રદ્ધાળુઓ જાતે જ ગણેશ વિસર્જન માટે નદીએ પહોંચતા હોય છે જેથી મોરબીના દરબારગઢ નજીક મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન માટે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાઈને સહયોગ આપ્યો હતો અને ગણેશ વિસર્જન વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો વિવિધ પંડાલમાંથી શ્રદ્ધાળુઓ વાજતે ગાજતે નીકળ્યા હતા અને શોભાયાત્રા જેવા દ્રશ્યો શહેરમાં જોવા મળ્યા હતા અને વિઘ્નહર્તા દેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat