રાહતના સમાચાર : મોરબી જિલ્લાના ત્રણ તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા

ગુજરાત રાજ્યમાં થયેલા અપૂરતા વરસાદને પગલે સરકારે અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કરવા સમીક્ષા બેઠક યોજી હતી જેમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ જે તાલુકામાં ૧રપ મીમીથી ઓછો વરસાદ થયો છે તે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી પ૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે જેમાં મોરબી જિલ્લાના હળવદ, માળિયા અને વાંકાનેર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકારોને માહિતી આપી હતી જેમાં રાજય સરકારે અછતગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને રાજયના જે તાલુકામાં ૧રપ મીમી કરતા ઓછો વરસાદ પડયો હોય તેવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાના હળવદ, માળીયા અને વાંકાનેર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે.

રાજ્યના 51 તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા

બનાસકાંઠાના 9, પાટણના 8, અમદાવાદના 3 તાલુકા અછતગ્રસ્ત

સુરેન્દ્રનગર 7, મહેસાણા, 4, મોરબીના 3, જામનગરના 2 તાલુકા અછતગ્રસ્ત

દ્રારકાના 2, રાજકોટના 2, ભાવનગરના 1 તાલુકા અછતગ્રસ્ત

250 MMથી ઓછા વરસાદ વાળા વિસ્તાર માટે જાહેરાત

ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં પાક નિષ્ફળની સહાય ચૂકવાશે

ખેડૂતોને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6800 સહાય ચૂકવવામાં આવશે

2 મહિના માટે ઢોરવાડામાં પશુદીઠ રૂ.70 સહાય પ્રતિદિન ચૂકવાશે

રજાઓ દરમ્યાન પણ શાળાઓમાં મધ્યાહન ભોજન અપાશે

જે – તે ગામના વિદ્યાર્થીઓને રજાના દિવસોમાં પણ ભોજન અપાશે

મનરેગા યોજના હેઠળ મળશે 150 દિવસની રોજગારી

માનવદિન રોજગારી 100થી વધારી 150 દિવસ કરાઈ

અછત મુદ્દે ડે.સીએમ નીતિન પટેલની જાહેરાત

વધારાનું 4 કરોડ કિલો ઘાસ ખરીદશે સરકાર : DyCM

રૂ.2માં ઘાસચારાનું વિતરણ ઘણા સમયથી ચાલુ છે : DyCM

Comments
Loading...
WhatsApp chat