મેરુપર પે.સેન્ટર શાળાની નવતર પહેલ.. વેકેશનમા પણ વેબિનારથી બાળકો સાથે જોડાઇ રહેવાનો પ્રયાસ..

કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમા ઘણા સમયથી બાળકો શાળાથી અલિપ્ત છે અને હાલ શાળામા વેકેશન પણ છે . બાળકો ઘરની ચાર દિવાલોમા જ પૂરાયેલા છે.આવા સમયે બાળકોનું મનો સામાજિક સ્થૈયઁ ટકી રહે અને બાળકો માનસિક ત્રસ્ત ન બને તેવા ઉમદા આશયથી શાળા દ્વારા ગુગલ મીટના માધ્યમથી દર દસ દિવસે વેબિનાર કરી બાળકોને મનો સામાજિક તૈયાર કરી બાળકોનું માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો ઉમદા પ્રયાસ કરેલ છે. અેમ.ડી ડોકટર , પીડિયાટ્રીક ડોક્ટર અને મનોવૈજ્ઞાનિક માગઁદશઁકોને આમંત્રિત કરી કોરોના સાવચેતીના પગલાં, આપણુ શરીર – નીરોગી શરીર,ચાલો હકારાત્મક અભિગમ કેળવીઅે વગેરે વિષયો આધારિત વેબિનાર કરી બાળકો તથા વાલીગણ સાથે જોડાઇ શાળાઅે વેકેશનમા પણ અેક નવો ચીલો ચિતયોઁ છે..જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દ્વારા ” પરિવારનો માળો – સલામત હૂંફાળો ” કાયઁક્રમ બાળકોના મનો સામાજિક સ્થૈયઁ માટે ચાલે છે

જે અન્વયે જી.સી.ઇ.આર.ટી દ્વારા દરરોજ સાત જુદી જુદી પ્રવૃત્તિઓ મીડિયાના માધ્યમ થકી સમગ્ર ગુજરાતના બાળકો સુધી પંહોચડાવમા આવે છે..આ કાયઁક્રમ માત્ર મોબાઇલમા જ ન રહે તે માટે શાળા દ્વારા ” ખૂદ ખિલો અને ખિલાવો ” કાયઁક્રમની પહેલ કરી વેકેશનમા બાળકોને પ્રવૃત્તિમય રાખવાની પહેલ કરેલ છે.” ખુદ ખિલો અને ખિલાવો ” કાયઁક્રમ અન્વયે બાળકો દરરોજ આવતી સપ્તરંગી પ્રવૃત્તિઓ પૈકી પોતાને મન પસંદ સાત- સાત બાળગીત,ગીત,બાળવાતાઁ,રમત, પ્રવૃત્તિ ,જંતર મંતર ,ચિત્ર વગેરેની અેક સુંદર પોથી બનાવશે અને વેકેશન બાદ શાળા દ્વારા ઓનલાઇન સપ્તકલા હરિફાઇ યોજવામા આવશે .આ હરિફાઇમા વિજેતા સ્પર્ધકોને “SEVEN STAR OF SUMMER VACATION ” થી બિરદાવવામા આવશે…વેકેશનમા જ્યાંરે રજાનો માહોલ છે તેમ છતાં અવનવા કાયઁક્રમો થકી બાળકો સાથે જોડાઈ બાળકોના મનો સામાજિક વલણમા સ્થિરતા જાળવી રાખવા માટે મેરુપર પે.સે શાળા દ્વારા કરેલા પ્રયત્નો સરાહનીય છે..ખરેખર તમામ શાળા દ્વારા બાળકોની આ પ્રમાણે કાળજી કરાય તો આવનારા ભવિષ્યમાં સરકારી શાળા ખાનગી શાળાને મહાત આપે તો નવાઇ નહિ.

શાળા દ્વારા કોરોના રસીકરણ જન જાગૃતિ અભિયાન પણ શોટઁ ફિલ્મ દ્વારા શરુ કરી રસીકરણનો બહોળો પ્રચાર પ્રસાર કરેલ છે..પોસ્ટર અભિયાન ચલાવી પણ જન જન સુધી રસીકરણ સંદેશ પહોંચાડી વેકેશનના સમયનો સદુપયોગ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat