ટંકારાના નેકનામ ગામે પરિણીતાના આપધાત મામલે પતિ સામે ફરિયાદ નોંધાઈ

 

ટંકારામાં ૯ વર્ષના લગ્નજીવનમાં સંતાનમાં બે દીકરીઓ અવતરતા પુત્ર પ્રાપ્તિના મોહમાં પતિએ પત્નીને શારીરીક માનસીક દુઃખત્રાસ આપતા બે દીકરીઓની માતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના માતાએ પોતના જમાઈ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

જેમાં ૫૫ વર્ષીય વેલુબેન લાભુભાઈ પરમારે નેકનામ ખાતે રહેતા હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, તેમની દીકરી આરૂણાબેનના લગ્ન આજથી નવ વર્ષ પૂર્વે હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ સાથે થયા હતા. આ લગ્નજીવનમા તેમને સંતાનમા બે દિકરીઓ છે. જયારે જયારે અરૂણાબેન તેમના ઘરે વાર તહેવારે આટો દેવા આવતી ત્યારે કહેતા હતા કે, સાસરીમાં તેમનો પતિ દારૂ પી ને અવાર નવાર ઝઘડા કરતો હતો. અને માર મારતો હતો. તેમને સંતાન માત્ર બે દિકરીઓ જ હોય અને દિકરો ન હોય જેથી અવાર નવાર આ બાબતે મેણા ટોણા મારતો હતો. . તથા ઘરના કામકાજ બાબતે પણ બોલાચાલી કરી ઝગડો કરીને માનસીક દુઃખ ત્રાસ આપતો હતો.

એ સમયે વેલુબેને દીકરી અરૂણાબેનને એવું સમજાવ્યું હતું કે,સાસરીમાં ચાલ્યા કરે જે સહન કરી લેવાનું’ તેમ કહી તેને સમજાવી ને તે ની સાસરી માં મોકલી આપતા હતા. જે બાદ પણ અરૂણાબેને બે વખત તેમના પતી સાથે ઝગડો થતા વેલુબેન પાસે આવી ગયા હતા. પોતાની આપવીતી જણાવીને અરુણાબેને કહ્યું હતું કે,હું મારા પતીના ત્રાસ થી એકદમ કંટાળી ગઈ છુ અને તે મને નાની નાની વાતોમાં ઝગડો કરી માર મારી મને માનસીક દુખ ત્રાસ આપે છે અને જેથી મને હવે મરી જ વાના વિચારો આવ્યા કરે છે’ એ સમયે પણ વેલુબેને દિલાસો આપતીને ‘અમો તારા પતી હસમુખ ને સમજાવીશુ તેમ કહી’ સમજાવી હતી. જે બાદ નેકનામ ગામના સરપંચ મારફતે ઘરમેળે મારી દિકરી અરૂણાબેન ને અમારો જમાઈ ત્રાસ આપતો હોય જે બાબતે રજૂઆત કરી ઘર મેળે સમાધાન કરી તેની સાસરી નેકનામ ગામે મોકલી આપી હતી.

જે બાદ ગત તારીખ ૧૪/૦૩/૨૦૨૩ના રોજ અરૂણાબેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાના સમાચાર વેલુબેનને મળ્યા હતા. જેને પગલે વેલુબેને જણાવ્યું હતું કે પતિ હસમુખે અવાર નવાર મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી અરુણાબેનને મરવા મજબુર કર્યા હતા. જેથી અરુણાબેને ગળેફાંસો ખાધો હતો.

આ ફરિયાદના આધારે પોલીસે ઇ.પી.કો કલમ ૩૦૬,૪૯૮(ક) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat