નેકનામ ગ્રામ પંચાયતે ફિલ્ટર મશીન વસાવ્યું,ગ્રામજનોને શુદ્ધ પાણીની સુવિધા

ટંકારા તાલુકાના નેકનામ ગામના ગ્રામજનો દ્વારા એક નવો પ્રયોગ આદરવામાં આવ્યો હતો જેમાં નેકનામમાં હાલના મહિલા સરપંચ અરુણાબા કનકસિંહ ઝાલા,પંચાયત બોડી અને દાતાઓના સહયોગથી છેલ્લા એક વર્ષથી પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.આ પ્લાન્ટમાં એક રૂપિયાનો સિક્કો નાખવાથી દસ લીટર પાણી નીકળે છે.આ તકે નેકનામ ગામના અગ્રણી કનકસિંહ ભાવુભા ઝાલા અને અજીતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગામના પાદરમાં જ પાણીનો કુવો આવેલ છે જેથી તેની બાજુમાં જ ફિલ્ટર પ્લાન્ટ બનાવામાં આવ્યો છે.આ ફિલ્ટર પ્લાન્ટથી લોકોને અનેક ફાયદોઓ થાય છે.અને લોકોનું સ્વસ્થ્ય પણ જળવાય રહે છે.આ ફિલ્ટર પ્લાન્ટની જમીન ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવી હતી.આ જમીન પર ગામના જ રહેવાસી અને હાલ રાજકોટ રહેતા પ્રવીણભાઈ ગોપાલભાઈ રૈયાણી દ્વારા આશરે છ લાખના ખર્ચે ઓટોમેટીક ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat