પહેલો સગો પાડોશી ! માતાપિતાની છત્રછાયા ગુમાવનાર યુવાનના લત્તાવાસીઓએ કરાવ્યા લગ્ન

પહેલો સગો પાડોશી ઉક્તિને સાર્થક ઠેરવી, સંસ્થાઓ-દાતાઓનો સહયોગ મળ્યો

પહેલો સગો પાડોશી એ ઉક્તિ તો સૌ કોઈએ સાંભળી હશે સુખદુખના પ્રસંગમાં દોડીને સૌ પ્રથમ પાડોશી જ મદદે આવે છે પરંતુ આજના ઝડપી યુગમાં લોકો પાસે પાડોશીના સુખદુખમાં સહભાગી બનવાનો સમય ના હોય ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારના યુવાનને લત્તાવાસીઓએ ધામધૂમથી પરણાવી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગર સોસાયટીમાં વસતા કરણ કાંજીયા તેમના ભાઈ સાથે રહેતા હોય અને વિસીપરા વિસ્તારની ગરીબ પરિવારની યુવતી સાથે તેના લગ્ન નિર્ધાર્યા હતા જોકે દીકરીનો પરિવાર ગરીબ હોય જે લગ્નનો ખર્ચ ઉઠાવી સકે તેમ ના હોય અને વરરાજા કરણ કાંજીયાને પણ કોઈ વાલી ના હોય જેથી સોસાયટીના રહીશો, રામદેવપીર મિત્ર મંડળ, ચિત્રકૂટ મહિલા મંડળ તેમજ અન્ય સંસ્થા અને સંતો મહંતોએ લગ્નનો ખર્ચ ઉઠાવ્યો હતો તો દીકરીને ધામધૂમથી સાસરે વળાવી હતી તેમજ વરરાજાને પણ માતાપિતાની કમી મહેસુસ ના થાય તેવી રીતે લગ્ન કરાવ્યા હતા.

તો આ પ્રસંગે વરરાજાએ પણ ખુશી વ્યક્ત કરી હતી આમેય દીકરીનું કન્યાદાન અને દીકરીને પરણાવવી તે ઉત્તમ દાન ગણાય છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓએ ગરીબ દીકરી અને નિરાધાર દીકરાના લગ્ન કરાવીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષો પૂર્વે પિતાની છત્રછાયા યુવાને ગુમાવી હતી અને લગ્ન જેવા પ્રસંગે તેણે માતાપિતાની કમી લતાવાસીઓએ મહેસુસ થવા દીધી ના હતી તો દીકરીનો પરિવાર ગરીબ હોય જેથી અગ્રણીઓ, સંતો મહંતો અને સંસ્થાઓએ લગ્નનો ખર્ચ ઉઠાવી લઈને બંનેને ધામધૂમથી પરણાવ્યા હતા અને સમાજ માટે પ્રેરણા પૂરી પાડી હતી

Comments
Loading...
WhatsApp chat