


પિતૃ માસની અમાસના દિવસે મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે પિતૃ તર્પણ કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.
મોરબીના પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે પવિત્ર પિતૃ માસની સોમવતી અમાસના દિવસે વહેલી સવારથી જ ભક્તોએ પીપળે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ ના જપ સાથે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું આ તકે ભક્તો માટે મંદિરના મહંત પરિવાર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભક્તોએ પિતૃ તર્પણ કર્યું હતું

