માળિયામાં અતિવૃષ્ટિમાં નુકશાન થયેલ માછીમારોને નેટ વિતરણ કરવું જરૂરી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        માળિયા પંથકમાં ઉપરવાસમાં થયેલ વરસાદને કારણે નદીમાં પુર આવવાની સાથે ગાંડી વેલ પણ તણાઈ આવી હોય જેથી માછીમારોને નુકશાન થયું હોય જેથી માછીમારીની નેટનું વિતરણ કરવામાં આવે તેવી માંગ ધારાસભ્યએ કરી છે.

        મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે માળિયામાં અતિવૃષ્ટિને પગલે હંજીયાસર, વેણાસર, લાખીયાસર, નાગાવાડી, સુરજબારી, મૂળવદર, કરાડીયા અને ટીકર જેવા માછીમારી કરવાના સ્થળોએ પુરના પાણીને લીધે માછીમારી માટે જરૂરી એવી નેટમાં ગાંડી વેલ વીંટળાઈ જતા નેટ તણાઈ ગઈ છે કે નષ્ટ પામેલ છે જેથી માછીમારોને મોટાપાયે આર્થિક નુકશાન થયેલ છે હાલ માછીમારી કરવાની સીઝન હોય જેથી નેટના અભાવે માછીમારો રોજગારી મેળવી સકતા નત્થી જે સ્થિતિ નિવારવા માટે મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મત્સ્ય ઉદ્યોગ કમિશ્નરની કચેરીમાં રૂબરૂ મળીને પ્રશ્નનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે

તે ઉપરાંત સચિવ, ફિશરીઝને પણ તાકીદ કરીને અતિવૃષ્ટિને લીધે માછીમારોને થયેલ નુકશાની ભરપાઈ કરવા તાકીદે જરૂરી રોકડ સહાય અથવા તો નવી નેટ ઉપલબ્ધ કરાવી માછીમારી વ્યવસાયને પૂર્વવત રાખવા ગાંધીનગર સચિવાલય કક્ષાએ રજૂઆત કરી છે અને પ્રશ્ન ઉકેલવા માંગ કરી છે.

Comments
Loading...
WhatsApp chat