નેધરલેન્ડની રાજધાની એમસ્ટરડમમાં સપ્ટેમ્બરે માસમાં વાઇબ્રન્ટ સિરામિક અંગેની બેઠક

 

વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોના પ્રમોશન માટે હાલ સિરામિક એસોની ટીમ નેધરલેન્ડની મુલાકાતે ગઈ છે જ્યાં આગામી તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ એક બેઠક નું આયોજન કરાયું છે. નેધરલેન્ડ ગયેલી સિરામિક એક્સપોની ટીમ ભારતીય દૂતાવાસના ઇકોનોમી વિભાગના હેડ સર્વજિત સુદનને મળી હતી તેઓએ ખુબજ સહયોગ આપ્યો હતો અને નેધરલેન્ડની રાજધાની એમસ્ટરડમ મેળાવળો ગોઠવવામાં સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત સિરામિક એક્સપોના મેમ્બરો ઈન્ટરનેશનલ આર્કિટેક્ટ યુનિયનના સેક્રેટરી થોમસ વોનીયરને પણ મળ્યા હતા અને તેઓએ ટાઈટ શેડ્યુલ વચ્ચે પણ એક્સ્પો મેળાવળા માં હાજરી આપવા તત્પરતા દાખવી હતી. ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ યુનિયનમાં ૧૦૫ દેશના ૨૦ લાખથી વધુ સભ્યો નોંધાયેલા છે અને સેક્રેટરી થોમસ વોનીયર અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કીટેક્ટના પ્રેસિડેન્ટ છે. તેઓએ નેધરલેન્ડમાં સિરામિક ઇમ્પોર્ટરો.માટેના પ્રમોશન કાર્યક્રમ માં હાજરી આપવા ઉપરાંત અમેરિકાની યાત્રા દરમિયાન પણ પ્રચાર પ્રસારની ખાતરી આપી હતી. નેધરલેન્ડની રાજધાની એમસ્ટરડમ ખાતે યોજાનાર સિરામિક એક્સપોના પ્રમોશનમાં નેધરલેન્ડ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સનો ખુબજ સારો સહયોગ મળી રહ્યો હોવાનું સિરામિક એસોના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat