



મોરબી શહેરમાં અનેક સ્થળે જોખમી હાલતમાં ઝાડ જોવા મળે છે જે અકસ્માત સર્જે તે પૂર્વે તેને દુર કરવા જરૂરી હોય આ મામલે સામાજિક કાર્યકરે પાલિકાને લેખિત રજૂઆત કરી છે
મોરબીના સામાજિક કાર્યકર જીતુભાઈ ઠક્કરે પાલિકા ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીની મેઈન પોસ્ટ ઓફિસની પાછળની શેરીમાં જોખમી ઝાડ ઇલેક્ટ્રિક વાયરને અડીને ઝાડ હોય જે જોખમી છે અને ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના છે અને જો વૃક્ષ તૂટી પડે તો અકસ્માત સર્જી સકે છે તેમજ વીજ પોલને પણ નુકશાની પહોંચી સકે છે જેથી અકસ્માત સર્જાય તે પૂર્વે જ ઝાડ થોડું કાપી નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે



