મોરબીની ત્રાજપર ચોકડી નજીક ટ્રેલરની ઠોકરે બાઈકસવારને ઈજા

મોરબીની ત્રાજપર ચોકડી નજીક ટ્રેલર ચાલકે બાઈકને ઠોકર મારતા મોટરસાયકલમાં પાછળ બેસેલ યુવાનને ઈજા પહોંચાડી છે

મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી સંદીપભાઈ પ્રાણજીવનભાઈ એરવાડિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અઆરોપી ટ્રેલર નં આર જે ૧૯ જીડી ૪૯૨૧ ના ચાલકે ટ્રેલર પુરઝડપે ચલાવી એકદમ વણાંક લઈને ફરિયાદીના મોટરસાયકલને ઠોકર મરી પાડી દીધું હતું અને ટ્રેલરનું વ્હીલ ચડાવી મોટરસાયકલ પાછળ બેઠેલ દિલસુખભાઈ પાચાભાઇ હડીયલને પગમાં ફેકચર જેવી ઈજા પહોંચાડી છે

Comments
Loading...
WhatsApp chat