વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને દબોચી લેવાયો

વાંકાનેર નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં કરવામાં આવતી હોય ત્યારે પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ કરી વિદેશી દારૂના જથ્થા ઝડપી પાડે છે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી કારમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પોલીસે મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર.ગઢવીના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી ટાટા પીકઅપ કાર નં જીજે ૦૬ વાય ૫૮૮૦ આંતરીને તલાશી લેતા કારમાંથી ૪૦ બોટલ વિદેશી દારૂ, દારૂના ચપલા નંગ ૯૫૦ કીમત ૯૫૦૦૦ મળી આવતા પોલીસે આરોપી કારચાલક હરિસિંહ વિક્રમસિંહ ખેર રહે. જરાદ વાઘોડિયાવાળાને ઝડપી લઈને દારૂનો જથ્થો અને ગાડી મળીને કુલ ૨,૦૭,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat