જેતપર નજીક જાહેરમાં જુગાર રમતા અર્ધો ડઝન શકુની ઝડપયા

મોરબીના જેતપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા અર્ધો ડઝન પતા પ્રેમીઓના રૂપિયા ૧.૯૯ લાખથી વધુની મતા સાથે તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર ગામ નજીક ચકમપર-જીવાપર ગામ જવાના કાચે રસ્તે જુગાર રમતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા જયતીભાઈ જાકાસણીયા , ભરતભાઇ કાલરીયા, બાબુભાઇ વિડજા, શાંતિભાઈ અમૃતિયા, ધર્મેન્દ્રભાઈ જાકાસણીયા અને સતીશ જાનવા સહિતના અર્ધો ડઝન પતા પ્રેમીઓને રૂપિયા ૯૧.૧૦૦ રોકડા અને ૫ બાઈક તેની કિંમત રૂપિયા ૧.૦૮.૦૦૦ આમ કુલ મળીને રૂપિયા ૧.૯૯ લાખ થી વધુના મુદમાલ સાથે ઝડપી લીધા હતા

Comments
Loading...
WhatsApp chat