



ટંકારાના મીતાણા નજીક ટાવરની ૪૮ નંગ બેટરી ચોરી થઇ હોય જે મામલે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
રાજકોટના રહેવાસી દિનેશસિંહ શામસિંહ રાજપૂતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મીતાણા નજીક એચબીએલ કંપનીના ટાવરની જૂની બેટરી નંગ ૨૪ જે રૂમમાં રાખી હોય તે રૂમનો નકુચો તોડી અજાણ્યા ઈસમો ૨૪ નંગ બેટરી ચોરી કરી છે તેમજ બાજુમાં ખુલ્લા બેટરી સ્ટેન્ડમાં રાખેલ ટાવરની EXID કંપનીની જૂની બેટરી નંગ ૨૪ મળી કુલ ૪૮ નંગ બેટરી કીમત ૧૫૦૦૦ ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે



