


મોરબી બી.ડીવીઝન પોલીસ સાંજના સમયે પેટ્રોલીંગમાં હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક પર પસાર થતા હિતેશ ઉર્ફે મોઢાયો ચન્દ્રકાન્ત ધોળકિયા (ઉ.28)ને રોકી તલાસી લેતા તેની પાસથી ૨૬ નંગ વિદેશી દારૂના ચપલા કીમત ૭૮૦૦ અને ટીવીએસ મોટર સાઈકલ કીમત ૫૦૦૦૦એમ મળી કુલ ૬૦૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી પડ્યો હતો.તેમજ આ દારૂનો જથ્થો પોતાને મોરબીના જોન્સનગર,લાતીપ્લોટ શેરી-૮ માં રહેતા શાહરૂખ આરીફભાઈ પરમાર એ વેચાણ કરવા આપ્યાની કબુલાત આપતા પોલીસે શાહરૂખને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.