નવયુગ વિદ્યાલય દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી

નવયુગ વિધાલય મોરબી દ્વારા રાષ્ટ્રના ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી ધ્વજવંદન આરએસએસના જીલ્લા સંવાહક અને તબીબ ડો. જયંતીભાઈ જીવાણી દ્વારા કરવામાં આવ્યું હતું

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વિદ્યાલયના એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપી દેશભક્તિણા ગીતો રજુ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ડો. જીવાણીએ રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા સાથે પ્લાસ્ટિક અને પ્રદુષણ પર સુંદર વક્તવ્ય આપ્યું હતું જયારે શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ, નવયુગ નિર્માણ ક્વીઝ, મહેંદી ચિત્ર તેમજ નિબંધ અને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat