મોરબીની નવયુગ સ્કુલએ ફરી વગાડ્યો ડંકો

નવયુગ સ્કુલનો વિધાર્થી ૯૦.૧૪ % સાથે મોરબીમાં ૩જા નંબરે

મોરબી જીલ્લામાં આજ રોજ જાહેર થયેલ 12 સામાન્ય પ્રવાહના રિજલ્ટમાં મોરબી જિલ્લાએ ડંકો વગાડ્યો છે.તેમજ ૨ દિવસ પહેલા જાહેર થયેલા ધોરણ ૧૦ના પરિણામમાં મોરબી જીલ્લાની નવયુગ સ્કુલ અગ્રસર રહી હતી.તો આજે પણ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના રિજલ્ટમાં નવયુગ સ્કુલએ મેદાન માર્યું છે.મોરબી ની નવયુગ સ્કુલમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના દીકરા કતીરા શિવ મુકેશભાઈને એસ.પી.માં ૯૮ માર્ક સાથે ધોરણ ૧૨ કોમર્સમાં ૯૯.૯૩ P.R. અને ૯૦.૧૪% મેળવ્યા છે.મોરબી ન્યુઝ સાથે ની વાતચીતમા જણાવ્યું હતું કે તેના પપ્પા ફરસાણની દુકાન ચાલવે છે.તેમજ તે ધોરણ ૧૨ માં અભ્યાસ દરમિયાન સવારે ૪:૩૦ વાગ્યે ઉઠીને સતત રાત્રીના ૮:૩૦ સુધી વાંચન કરીને તેમણે સમગ્ર મોરબી જીલ્લામાં ૩જો નંબર લાવીને તેમને પોતાના પરિવાર અને સ્કુલનું નામ વધાર્યું છે.તેમજ વધુમાં જણાવ્યું હતું કે મારી સફળતાનો શ્રેય નવયુગ સ્કુલ અને માતા-પિતાને જાય છે.તેઓ ભવિષ્યમાં B.B.A. કરીને M.B.A. થવા ઈચ્છે છે.

Comments
Loading...
WhatsApp chat