શિક્ષકે શિક્ષણની સાથે વાલીપણું પણ દાખવવું જરૂરી, જાણો કોને આપી પ્રેરણા ?

ટીચર્સ ટ્રેનીંગ સેમિનારમાં નિષ્ણાંતોનું ઉદબોધન

મોરબીના નવયુગ શેક્ષણિક સંકુલમાં આજથી બે દિવસમાં અલગ-અલગ ૯ સ્ટેશનમાં નવ જાણીતા લેખકો અને શિક્ષણ વિષે શહેરના શિક્ષકો તથા નાગરિકોને વિદ્યાર્થી કેળવણી અને તાલીમ આપશે.

જેમાં આજે પ્રથમ દિવસે સ્પીપાના ડેપ્યુટી કલેકટર શૈલેષ સ્ગ્પ્રા,શિક્ષણવીર ભરતભાઈ,સો. હાજીભાઇ બાદી તથા જાણીતા કવી અને મનો ચિકિત્સા ડો.રઈસ મનીયાર દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું.૩૦૦ થીન વધુ શિક્ષકોને બાળકના શિક્ષણ અંગેના વાર્તાલાપમાં જણાવાયું હતું કે, શિક્ષકે ,માત્ર શિક્ષક જ ન બની રહેતા બાળકના વળી પણ બનવું જોઈએ.બાળકની નાની-નાની વાતોની કાળજી રાખી બાળકોને માનવીય સંબંધોના મુલ્યો શીખવવા જોઈએ.જીવનમાં માત્ર પદ-પ્રતીઠા કે પૈસા જ નહી પરંતુ માણસ થતા શીખવવું જોઈએ.બાળકને શિક્ષણ તથા શિક્ષકમાં રસ-રૂચી જાગે તે માટે શિક્ષકોએ પ્રયત્નો કરવા જોઈએ.બાળકમાં પરિવાર,સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજો માટેની દ્રષ્ટી કેળવવી જોઈએ.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબ,બળદેવભાઈ સરસાવાડીયાતથા દુશ્ય્ન્તભાઈ દ્વારા તમામ શિક્ષકો માટે ભોજન,નાસ્તા સહિતની સગવડો પૂરી પડી હતી.

 

Comments
Loading...
WhatsApp chat