જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં નવયુગ સ્કુલે ડંકો વગાડ્યો



ટંકારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ અકસ્માત નિવારણનો ડિજિટલ ઉકેલ પ્રયોગનું મોડેલ રજુ કર્યું હતું. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ યોજાનાર વિજ્ઞાન મેળા માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા.આ ભવ્ય સફળતા બદલ ભાગ લીધેલ વિદ્યાર્થી તેમજ માર્ગદર્શક શિક્ષક દિપકભાઈ જીવાણી તથા અન્ય શિક્ષકઓ ને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવામાં આવી છે.

