Billboard ad 1150*250 Billboard ad 1150*250

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- સર્વોપરી શાળામાં જન્માષ્ટમીની ઉજવણી

હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે જગતના નાથના જન્મદિવસ પ્રસંગે મોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાથે સાથે સર્વોપરી વિધાલયમાં મટકી ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

નવયુગ શૈક્ષણિક સંકુલ વીરપર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પર્વો પૈકી જન્માષ્ટમીના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, બી.એડ.કોલેજ, બી.એસ.સી. કોલેજ, એલ.એલ.બી. કોલેજ અને ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે વિદ્યાર્થીઓએ વિવિધ વિભાગ વાઇઝ રાસ અને વિભાગ વાઇઝ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ મિત્રો તેમજ વિભાગીય વડાઓ જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા સહિતન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ મોરબીની સર્વોપરી સ્કુલમાં પણ તમામ વિધાર્થી અને શાળામાં શિક્ષકોએ મળીને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિધાર્થીઓ સહીત તેના વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

Comments
Loading...
WhatsApp chat