નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને “ધ એકસલન્સ ઇન ઇનોવેટીવ એજ્યુકેશન” એવોર્ડ એનાયત

ધ એકસલન્સ ઇન ઇનોવેટીવ એજ્યુકેશન એવોર્ડ એનાયત

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ઇનોવેટીવ શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન કરવા બદલ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન પ્રમુખ પી.ડી. કાંજીયાને ૯૪.૩ MY FM દ્વારા “ધ એકસલન્સ ઇન ઇનોવેટીવ એજ્યુકેશન એવોર્ડ” એનાયત કરાયો છે રાજકોટ ખીરસરા પેલેસ ખાતે એવોર્ડ સેરેમનીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે એવોર્ડ એનાયત કરાયો છે

આજે મોરબી શાળા કોલેજમાં શિક્ષણનું હબ છે અને શાળા કોલેજનું ઉચ્ચસ્તરીય શિક્ષણમાં નવયુગનું નામ મોખરે છેઅને શિક્ષણમાં કઈક ખૂટતું હોય સાથે મેડીકલ તેમજ એન્જીનીયરીંગ ક્ષેત્ર સિવાય પણ વિશાલ તકો વિદ્યાર્થીઓ પાસે છે અને કઈક નવું કરવાનો વિચાર મનમાં આવતા મોરબીમાં નવયુગ કરિયર એકેડેમી શરુ કરી કારકિર્દીલક્ષી શિક્ષણ સાથે પર્સનલ કાઉન્સેલિંગ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, સ્પોકન ઈંગ્લીશ અને ફેશન ડીઝાઇનીંગ અને સિરામિક ડીઝાઈનીંગ જેવા સ્કીલ ડેવલોપીંગ માટેના અભ્યાસક્રમો ચાલુ કરી મોરબીના વિદ્યાર્થીઓ માટે એંક અમુલ્ય તક પૂરી પાડવાનો સફળ પ્રયાસ કર્યો છે

ત્યારે MY FM રેડિયોની એકસલન્સ ઇન ઇનોવેટીવ એજ્યુકેશન કેટગરીમાં મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બધાથી અલગ શિક્ષણ વ્યવસ્થા ચલાવી બાળકોથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી શિક્ષણ આપવા બદલ ધ એકસલન્સ ઇન ઇનોવેટીવ એજ્યુકેશન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat