


તા.૧૩ના રોજ નવયુગ બી.એડ કોલેજના તાલીમાર્થી શિક્ષક-પપ્રશિક્ષણના ભાગરૂપે ટીંબડી પ્રા.શાળાની મુલાકાત લીધી હતી.આ પ્રા.શાળાના આચાર્ય વડગાસીયા તેમજ શિક્ષક કમલેશભાઈ દલસાણીયાએ તાલીમાર્થીઓને આવકાર્યા હતા તેમજ પ્રત્યક્ષ તાલીમના ભાગરૂપે શાળાની મુલાકાત તથા બી.એડ અભ્યાસ અંતર્ગત પ્રજ્ઞા અભિગમ,બાલા અભીગમ,મધ્યાન ભોજન અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.નવયુગ સંસ્થાના સંચાલક પી.ડી.કાંજીયા વર્ગશિક્ષણની સાથે સાથે પ્રત્યક્ષ તાલીમના ભાગરૂપે આદર્શ અને શ્રેષ્ઠ શાળાની મુલાકાતે તાલીમાર્થીઓને લઇ જવા અને અનુભવયુકત શિક્ષણ પૂરું પાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

