Billboard ad 1150*250

નવરાત્રી સમાચાર, પાટીદાર નવરાત્રી મહોત્સવના ખેલૈયાઓ માટે ખુશખબર

0 405
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

નવલા નોરતાને આજે ૧૦ દિવસ પૂર્ણ થયા છે અને આજે છેલ્લો દિવસ છે ખેલૈયાઓને મન મુકીને ગરબે ધૂમવાનો ત્યારે મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ તમામ ખેલૈયાઓ માટે ખુશખબર લઈને આવ્યું છે.

નવરાત્રીની શરૂઆતના પ્રથમ દિવસે જ મેધરાજા વરસી પડયા હતા જેથી કરીને મોરબીમાં નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા પ્રથમ દિવસે ગરબા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો બાદમાં બીજા નોરતા બાદ મેધરાજાએ વિરામ લેતા ગરબા પ્રેમીઓ મનમુકીને ગરબે ધૂમી રહ્યા હતા આજે દશેરાનું પાવન પર્વ છે ત્યારે છેલ્લા નોરતાની રાત્રીને ગરબાની રમઝટ બોલાવવા માટે ગરબા પ્રેમીઓ ઉત્સુક છે તો મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે જાણીતા કલાકાર કીર્તીદાન ગઢવી મનમુકીને ગરબે ધુમાવી રહ્યા છે ત્યારે પાટીદાર નવરાત્રીના આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છેકે ગત તા.૨૯ ના દિવસે ગરબા બંધ રાખવામાં આવ્યા હતા અને તે પાસ છેલ્લા દિવસે ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું જેથી આજે દશેરાના દિવસે તા. ૮ ના પાસ તો ગરબા પ્રેમીઓ પાસે છે પરંતુ ગત તા.૨૯ નો પાસ પણ આજે ચાલવામાં આવશે તેમ પાટીદાર નવરાત્રીના આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે જેથી પાટીદાર નવરાત્રી મહોત્સવના ખેલૈયાઓ માટે દશેરાના દિવસે સોને પે સુહાગા કહેવત સાબિત થઇ છે.  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat