Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં નવરાત્રીનો થનગનાટ, પ્રાચીન ગરબીઓ આજે પણ આકર્ષણનું કેન્દ્ર

સામાકાંઠે માં ગરબી મંડળનું આયોજન શ્રી ભવાની ગરબી મંડળનું ૫૦ મુ વર્ષ

માં જગદંબાના આરાધનાના પર્વ એવ નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે હાલ અર્વાચીન રાસ ગરબાની રમઝટ જમતી હોય છે જેની સાથે પ્રાચીન ગરબીઓનું મહત્વ પણ ઘટ્યું નથી

મોરબીના સામાકાંઠે ભાજપના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સતત ૧૯ વર્ષથી માં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં વિનામૂલ્યે ફ્રી સ્ટાઈલ રાસ ગરબા સ્પર્ધા સાથે વિજેતા ખેલાડીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે

તે ઉપરાંત મોરબીના અનેક સ્થળે હજુ પણ પ્રાચીન ગરબીઓ અવિરત યોજાય છે જેમાં મોરબીના ભવાની ચોકમાં શ્રી ભવાની ગરબી મંડળ ચાલુ વર્ષે ૫૦ માં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરશે વર્ષ ૧૯૬૯ થી સતત ગરબીનું આયોજન થઇ રહ્યું છે અને ચાલુ વર્ષે પચાસમાં વર્ષે પ્રાચીન ગરબીનું જાજરમાન આયોજન કરાયું છે જેમાં નવરાત્રીમાં પ્રાચીન રાસ અને માતાજીની આરાધના સાથે વિવિધ રાસ મંડળીઓના રાસ સહિતના દરરોજ નીતનવા કાર્યક્રમો પણ યોજાનાર છે અને આજે પણ મોરબીમાંઅર્વાચીન રાસ ગરબા સાથે પ્રાચીન ગરબીઓ ધૂમ મચાવી રહી છે

Comments
Loading...
WhatsApp chat