સરવડના સીહોતેર માતાજીના મઢે નવચંડી યજ્ઞ યોજાયો


માળિયાના સરવડ ગામે સીહોતેર માતાજીના મઢ ખાતે હવનાંષ્ટમી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહાયજ્ઞના આચાર્યપદે મોરબીના વિદ્વાન પ્રખર શાસ્ત્રીજી દિલીપભાઈ પ્રભાશંકરભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરવામાં આવ્યું હતું. સૌ ગ્રામજનો તેમજ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.